નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

સ્થાપના : ઈ.સ. 1923 (ગુજરાતી સાહિત્ય મંડળ) ઈ.સ. 1939 (નર્મદ સાહિત્ય સભામાં રૂપાંતર)

  • ઈ.સ. 1923માં ખાતે ગુજરાતી સાહિત્યિક મંડળની સ્થાપના થઇ. જે સંસ્થાને ઈ.સ. 1939માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું.
  • નર્મદ સાહિત્ય સભા દ્વારા હેમચંદ્રાચાર્ય સારસ્વત મહોત્સવ, કવિ કાલિદાસ સમારોહ, મુળરાજ સોલંકી સહસ્ત્રાબ્દી જેવા કાર્યક્રમો યોજી ગુજરાતી સાહિત્યને વેગ આપ્યો હતો.
  • નર્મદ સાહિત્ય સભા દ્વારા નિબંધ, ઈતિહાસ, નાટક, કવિતા વગેરે જેવા ઉત્તમ સર્જન બદલ ઈ.સ. 1940થી નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થાય છે.

” સહુ ચલો જીતવાને જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.” – નર્મદ

તારીખ.30/9/2016ના રોજ “કેતન મુનશી વાર્તા સ્પર્ધા”માં વાર્તા મોકલી જેનો એ છેલ્લો દિવસ હતો. વાર્તા તો ક્યારની’ય લખાઇ ગયેલી પણ વાર્તા મોકલવામાં મોડું કર્યું. વર્ષ 2016ની આ “કેતન મુનશી વાર્તા સ્પર્ધા”માં કુલ 367 જેટલી કૃતિઓ સ્પર્ધામાં આવેલી જેમાં મારી વાર્તાનો પણ સમાવેશ થયો હશે જ એવું આ “નર્મદ સાહિત્ય સભા”ના પત્ર દ્રારા જાણી શકાય.
વાર્તા મોકલવામાં કચાશ તો ખરી જ સાથે વાર્તામાં બે કોપી અનિવાર્ય હતી ને મેં એક જ મોકલેલી,વાર્તાનું શિર્ષક અલગ પાને હોવું જોઇએ એની જગ્યાએ મારી વાર્તાનું શિર્ષક વાર્તાની શરુઆતના ઉપર જ હતું. આવી તો ઘણી ભૂલો નિકળે છતાંય આ “કેતન મુનશી વાર્તાસ્પર્ધાની માહિતીપત્રિકા”નું હાથમાં હોવું એક પુરસ્કાર જ ગણાય.

આ વર્ષે જો આપ વાર્તા મોકલો તો મારા જેવી ભૂલો ન રહી જાય એવી કાળજી લેજો.

ત્રણ નન્ના વાળા શ્હેર સુરતને અર્પણ…

આખો પ્રાંત ઘણા જુગની ભરનિંદ્રામાંથી જાગી ચોકીને જાગ્યો બહાવરું જોવા લાગ્યો.

”વીર સત્યને રસીક ટેકીપણુ અરી પાણે ગાશે દિલથી..” સમાજ સુધારક આદ્યકવિ નર્મદની આવતિકાલે પુણ્યતિથી છે. નવ કરશો કોઇ શોક રસીકડા કહીને તેઓ આજથી ૧૩૨ વર્ષ પહેલા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવીને અનંતયાત્રાએ ચાલી નીકળ્યા હતાં.

પરંતુ તેમના વિચારો અને કાર્યો તથા તેમના સાહિત્યએ તેમને જીવંત રાખ્યા છે અને રહેશે. સુરત શહેર આખુ નર્મદ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે શહેરમાં નર્મદના નામે શાળાથી લઇને યુનિવર્સિટી સુધી બીજુ પણ ઘણુ બધુ નિર્માણ થયુ. આજે નજર કરીએ ‘નર્મદના નામે સુરત’

સૌપ્રથમ વાત દેશભરમાં પ્રચલિત નર્મદ યુનિવર્સિટીની. આમ તો યુનિવર્સિટીનું મૂળ નામ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હતું. જેની સ્થાપના ૨૩મી મે ૧૯૬૭માં થઇ હતી. બાદમાં છેક ૨૦૦૪માં તેને નર્મદના નામે સાથે જોડીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામ અપાયું. એ રીતે નર્મદને સુરત તરફથી શૈક્ષણિક ઓળખ આપવામાં આવી.

નર્મદના નામે બીજુ સૌથી મોટુ શૈક્ષણિક સંકુલ કહી શકાય એવુ નામ એટલે નર્મદ લાઇબ્રેરી. કવિ નર્મદની ૧૫૯મી જન્મ જયંતિ અવસરે ૨૪મી ઓગષ્ટ ૧૯૯૧માં ઘોડદોડ રોડ પર સુરત મહાનગર પાલિકા દ્વારા કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય શરૃ કરવામાં આવ્યુ. હાલ લાઇબ્રેરીમાં સાડા ત્રણ લાખથી વધુ વિવિધ પ્રકારના પુસ્તકો છે.

૬૫ હજારથી વધુ સભ્યો છે. બાળ વિભાગ, પ્રજ્ઞાાચક્ષુ વિભાગ, સ્ટુડન્ટ બૂક બેંક વગેરે વિભાગો સાથે વાંચન ખંડ, સામાયિક વિભાગ, સંદર્ભ પુસ્તક વિભાગ પણ ચાલે છે. નર્મદ સમય કરતા આગળ ચાલનારા કવિ હતા તેથી જ આ લાઇબ્રેરી પણ સમયની સાથે રહીને ઇ-લાઇબ્રેરી પણ ધરાવે છે.
નર્મદ લાઇબ્રેરીમાં નર્મદ રચિત સાહિત્ય પણ ઉપલબ્ધ છે જ. હવે વાત નર્મદ સાહિત્યસભાની, વર્તમાન ઉપપ્રમુખ પ્રફુલ દેસાઇના જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલ ૧૯૩૪માં નર્મદ સાહિત્યસભાની સ્થાપના થઇ. ૧૯૩૩માં નર્મદ જયંતિ શતાબ્દિ વર્ષ પર મળેલી મિટીંગમાં ચર્ચા વિચારણા બાદ આ સભાની રચનાનું આયોજન થયુ હતું. આ સંસ્થા નર્મદને જીવંત રાખવાનો પ્રામાણિક પ્રયાસ કરે છે.

સંસ્થા દ્વારા નર્મદ ચંદ્રક સહિત આઠ જેટલા સાહિત્યની વિવિધ વિદ્યા માટે એવોર્ડ આપવામા આવે છે. હાલ સાહિત્ય સંગમમાં દર અઠવાડીયે આ સંસ્થા દ્વારા કોઇના કોઇ કાર્યક્રમ હોય જ છે. આ અગાઉ નર્મદ યુગાર્વત ટ્રસ્ટ કાર્યરત હતુ. જેઓએ નર્મદના ઘરને ઐતિહાસિક ઓળખ આપી. ત્યારે ડૉ. રમેશ શુક્લજી દ્વારા સૌથી બેસ્ટ કામ નર્મદના સાહિત્ય માટે કરવામાં આવ્યુ. ત્યારે ડૉ. ચુનિલાલ ગાંધી વિદ્યાભવન અને હાલ સાહિત્ય સંગમ દ્વારા નર્મદ માટે કાર્યો થઇ રહ્યા છે.

સાહિત્યીક-શૈક્ષણિક પ્રવતિઓ સાથે તો નર્મદનું નામ જોડાયુ પણ સોસાયટીમાં પણ નર્મદનું નામ આવ્યુ. અઠવા લાઇન્સ પર સૌથી જુની ગણાતી આદર્શ સોસાયટીને અડીને જ નર્મદ નગર છે. આ સોસાયટીમાં રહેતા ભદ્રેશ શાહે કહ્યુ કે ૫૦ વર્ષથી વધુ પુરાણી આ સોસાયટીમાં તેઓએ જયોતિન્દ્ર દવેના પુત્રનું મકાન લીધુ હતું.

એ સમયે કોલેજના પ્રોફેસરો આ સોસાયટીમાં જ રહેવાનું પસંદ કરતા. આ સોસાયટી સિવાય પણ નર્મદના નામે વાડીફળિયામાં નર્મદ શેરી છે પાલિકા સંચાલિત એક પ્રાથમિક શાળાનું નામ પણ નર્મદ આપવામા આવ્યુ છે. નર્મદ નામે એક પ્લાયવુડની દુકાન પણ છે. એમ નર્મદ સુરતમાં ચોતરફ નામરૃપે છવાયેલા છે.