ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ

સ્થાપના : ઈ.સ. 1905

સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી

પ્રકાશન : પરબ

 • ગુજરાતમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને આગળ ધપાવવા રણજિતરામ વાવાબાઈ મહેતાના પ્રયાસથી અમદાવાદમાં ઈ.સ. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઇ.
 • ગુજરાતી સાહિત્ય પરિષદના પરિષદ પ્રથમ પ્રમુખ તરીકે ઈ.સ. 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠીની નિમણુક થઇ હતી.
 • વર્ષ 1920માં પરિષદમાં અતિથી વિશેષ તરીકે રવીન્દ્રનાથ ટાગોર હતા તેમજ અમદાવાદમાં વર્ષ 1936માં યોજાયેલી પરિષદના પ્રમુખ પદે મહાત્મા ગાંધી હતા.
 • ગોવર્ધનરામ ત્રિપાઠીમની જન્મ શતાબ્દીના સમયે વર્ષ 1955માં નડિયાદ ખાતે ઉમાશંકર જોશી અને યશવંત શુક્લની મદદથી ગુજરાત સાહિત્ય પરિષદને પુનર્જન્મ મળ્યો.
 • મનુભાઈ પંચોળીના પ્રમુખ પદ હેઠળ પરિષદ સંચાલિતગોવર્ધન ભવનનીસ્થાપના થઇ.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કસ્તુરભાઇ લાલભાઈ સ્વાધ્યાય મંદિરની (ક.લા. સ્વાધ્યાય મંદિર) સ્થાપના થાકી સંશોધન, સંપાદન અને વિવેચનના મહત્વના ગ્રંથો પ્રકાશિત કરાયા છે.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહાન સર્જકોના નામે ગુપ્તદાનની પ્રણાલી શરૂ કરનાર બળવંતભાઈ પારેખ હતા.
 • સાહિત્ય પરિષદના શતાબ્દી સંમેલનના પ્રમુખ તરીકે ધીરૂબહેન પટેલની વરણી થઇ હતી. જેને ગુજરાતી ભાષા માટે શકવર્તી ઘટના કહી શકાય.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બાળ સાહિત્ય, હાસ્ય સાહિત્ય, સિદ્ધાંત શ્રેણીમ પાક્ષિકી, કાવ્ય પ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોષ્ઠિ, પ્રકાશન વિભાગ, સ્મૃતિ સમિતિ, સ્વાધ્યાયપીઠ, વ્યાખ્યાનમાળા, નાટ્ય પરિક્રમા, અનુવાદ કેન્દ્ર વગેરે જેવી પ્રવૃત્તિઓ ચાલે છે.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ દર બે વર્ષે 60 પારિતોષિકો અર્પણ કરે છે.
 • ગુજરાતી સાહિત્ય પરિષદમાં રા.વી. પાઠક સભાગૃહ, ગોવર્ધન સ્મૃતિ મંદિર, મેઘાણી પ્રાંગણ, મેઘાણી જ્ઞાનપીઠ, રવીન્દ્ર ભવન વગેરે જેવી સુવિધાઓની ઉપલબ્ધ છે.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘પરબ’નું પ્રકાશન થાય છે.
 • પરબનું પ્રકાશન ઈ.સ. 1960થી શરૂ થયું છે.
 • ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અંગે જાહેર નિવેદન
 • ગ્રંથવિહાર : ‘ગ્રંથવિહાર’ એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે.
 • આ ક્ષણે -ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે, 
 • પ્રમુખીય – સ્વાયત્તતા : એક મોંઘી જણસ, ચન્દ્રકાન્ત ટોપીવાળા 
 • વાત સ્વાયત્તતાની – પ્રફુલ્લ રાવલ 
 • સ્વાયત્તતા એટલે નિષ્ણાતોની નિર્ણાયક સામેલગીરી – રઘુવીર ચૌધરી
 • સાહિત્ય સ્વાયત્ત હોય, સરકાર નહીં – પરેશ નાયક
 • પત્રસેતુ -સિતાંશુ યશશ્ચન્દ્ર, તથા અન્ય
 • પરબ – જુલાઈ-૧૭: સ્વાયત્તતા
 • સહકારની અપેક્ષા : પ્રેસનોટ તા.૧૬-૦૬-૧૭
 • ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અંગે જાહેર નિવેદન

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)

ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)

ગુજરાત સાહિત્ય અકાદમી

સ્થાપના : ઈ.સ. 1982

સ્થાપક : ગુજરાત રાજ્ય

પ્રકાશન : શબ્દસૃષ્ટિ

 • ગુજરાત રાજ્યમાં ભાષાઓના વિકાસ અર્થે ઈ.સ. 1960માં ભાષા નિયામકની કચેરીની સ્થાપના થઇ.
 • ઈ.સ. 1978-79માં ભાષાનિયામકની કચેરી અંતર્ગત સિંધી-ઉર્દુ વગેરે ભાષાનો આરંભ થયો.
 • ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ઈ.સ. 1982માં થઇ અને ડિસેમ્બર 1982ની ભાષા નિયામકની ભાષા ઉત્કર્ષ યોજનાઓ ગુજરાત સાહિત્ય અકાદમીને તબદીલ કરી દેવામાં આવી.
 • ઈ.સ. 1983થી સિંધી-ઉર્દુ અન્ય ભાષાઓ માટેની સલાહકાર સમિતિની નિમણુક થઇ.
 • (1) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઉત્તમ ગુણવત્તા ધરાવતા પુસ્તકોને ઇનામ, ભારતીય ભાષાઓના તાલીમ કેન્દ્રો માટે સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
 • (2) ગુજરાત સાહિત્ય અકાદમી દુર્લભ ગ્રંથોના પુનઃમુદ્રણ, કૃતિના ભાષાંતર અનમે અનુવાદ તેમજ પુસ્તક માટે લેખકને આર્થિક સહાય પણ કરે છે.
 • (3) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પ્રકાશન, ગ્રંથ પ્રકાશન, સાહિત્યિક સમારંભ, સાહિત્યકાર સન્માન વગેરે જેવા કાર્યો થઇ રહ્યા છે.
 • ભાષા સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાત સરકારે સાહિત્યકાર મનુભાઈ પંચોળીના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચી હતી.
 • (1) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સર્જન, વિવેચન અને સંશોધન દ્વારા ઉત્તમ પ્રદાન કરનાર સાહિત્યકારને પ્રતિ વર્ષ રૂ. 1,00,000નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.
 • (2) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રવૃત્તિના પ્રચાર માટે તથા વાચનની સુરૂચીના ઘડતર માટે શબ્દસૃષ્ટિ માસિક પ્રકાશિત થાય છે.
 • (3) ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ 2005થી ગુજરાત ગઝલ કેન્દ્રની સ્થાપના થઇ છે.
 • ગુજરાત સાહિત્ય અકાદમી ફેલોશીપ પણ આપે છે.

અકાદમી પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાય છે

ગુજરાતી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ

 • શિષ્‍ટમાન્‍ય પુસ્‍તકોના લેખકને તથા નવોદિત લેખકને સહાય.
 • ગ્રંથપ્રકાશન યોજના અંતર્ગત ગુજરાતી ભાષાના ઉત્‍તમ પુસ્‍તકો પ્રકાશિત.
 • ઉત્‍તમ ગુણવત્‍તા ધરાવતા ગુજરાતી પુસ્‍તકોને પારિતોષિક.
 • વિશ્વ સાહિત્‍યની ઉત્‍તમ કૃતિઓને ગુજરાતી માં અનુવાદ કરવા માટે સહાય.
 • ગુજરાતી સાહિત્‍યના પરિસંવાદ યોજી ગુજરાતી સાહિત્‍યના વિવિધ સ્‍વરૂપોની સમીક્ષા.

પ્રવૃત્તિઓ/સિદ્ધિઓ

છ સાહિત્‍ય અકાદમી ઘ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ માં નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

લેખકોને પુસ્‍તક પ્રકાશન માટે આર્થિ સહાય આપવાની યોજનામાં – શિષ્ટમાન્ય, નવોદિત, બાલસાહિત્ય અને અનુવાદની યોજનામાં કુલ : ૧૬૩ લેખકોને તેમના પુસ્તક પ્રગટ કરવા માટે રૂ. ૧૦,૦૦૦/ ની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવી.

વૃધ્ધ અને સહાયપાત્ર કુલ : ૩૮ લેખકોને પ્રત્યેકને રૂ. ૩,૦૦૦/ લેખે માસિક આર્થિક સહાય આપવામાં આવી.

વર્ષ દરમિયાન ૩૫ જેટલા પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા “ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ” તેમજ ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા મહત્વનો કોશ “ઉર્દૂગુજરાતી શબ્દકોશ” પ્રગટ કરવામાં આવ્યો છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમી – સંસ્કૃતોત્સવઆષાઢસ્ય પ્રથમ દિવસે – સંસ્કૃતોત્સવ

તા. ૨૦/૦૬/૨૦૧૨ આષાઢસ્‍ય પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ્હસ્‍તે અને. માન. મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા (રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) ના મુખ્‍ય મહેમાનપદે સંસ્‍કૃતોત્‍સવ કાર્યક્રમમાં વેદ શાસ્‍ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના કુલ ૦૩ વેદપંડિતોને પ્રત્‍યેકને રૂ. ૫૦,૦૦૦/-, શાલ અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવ્‍યા અને સંસ્‍કૃત ભાષાના એક મૂર્ધન્‍ય સાહિત્યકારશ્રી લક્ષ્‍મેશ જોષીને સાહિત્ય ગૌરવ પુરસ્‍કાર રૂ. ૧.૦૦ (લાખ) શાલ અને સન્‍માનપત્ર અને યુવા સાહિત્યકારશ્રી મિહિર ઉપાધયાયને યુવા ગૌરવ પુરસ્‍કાર રૂ. ૫૦,૦૦૦/-, શાલ અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવ્‍યા. આ પ્રસંગે સંસ્‍કૃત ભાષામાં “ત્રિદલમ્” સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને સંસ્‍કૃત રાસ-ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો.
પંડિતનું નામવેદનો પ્રકાર
શ્રી જયાનંદભાઇ ડી. શુક્લ, ભાવનગરયજુર્વેદ
શ્રી ભગવતલાલ ભાનુપ્રસાદ શુક્લ, આણંદઋગવેદ
શ્રી ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટ, ભાવનગરશાસ્ત્ર

 

સાહિત્ય ગૌરવ પુરસ્કારપુરસ્કાર
ડૉ. લક્ષ્મેશ જોષીરુ. ૧.૦૦ લાખ, શાલ અને સન્માન પત્ર

 

યુવા ગૌરવ પુરસ્કારપુરસ્કાર
શ્રી મિહિર ઉપાધ્યાયરુ. ૫૦,૦૦૦/- શાલ અને સન્માન પત્ર

(1) અકાદમી દ્વારા તા.૧૮/૦૨/૨૦૧૨ ના રોજ ગીર્વાણ ગુર્જરી રાષ્‍ટ્રીય કવિ સંમેલન શ્રી દર્શનમ મહાવિદ્યાલય,છારોડી અમદાવાદમાં યોજવામાં આવ્‍યો. જેમાં કુલ ૧૯ જેટલા સંસ્‍કૃત કવિઓએ કાવ્‍યપઠન કર્યું.

(2) અકાદમી અને સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી,વેરાવળ દ્વારા તા.૨૪-૨૫/૦૩/૨૦૧૨ ના રોજ ટાઉનહોલ,ગાંધીનગરમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને રાષ્‍ટ્રીય પરિસંવાદ અને નાટ્ય સ્‍પર્ધા યોજવામાં આવી.

(3) અકાદમી દ્વારા પ્રતિવર્ષ રાજ્યકક્ષાની સંસ્‍કૃત સંભાષણ સ્‍પર્ધા યોજવા માટે સંસ્‍કૃત ભાષાની સાહિત્યિક સંસ્‍થાને આર્થિક સહાય આપવામાં આવે છે. અકાદમી અને શ્રી દર્શનમ્ સંસ્‍કૃત મહાવિદ્યાલય,અમદાવાદ દ્વારા તા.૩-૪-૫ ઓકટોબર-૨૦૧૨ ના રોજ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની સંસ્‍કૃત સંભાષણ સ્‍પર્ધા યોજવામાં આવી.

સેન્ટર  ફોર સંસ્કૃત  વિકિપિડિયા કોન્‍ટેન્‍ટ ડેવલોપમેન્‍ટ ઇન ગુજરાત

સંસ્‍કૃત ભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત ભાષાનો વિશાળ પાયે ફેલાવો થાય અને સમાજમાં લોકો સંસ્‍કૃત ભાષાનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સેન્‍ટર ફોર સંસ્‍કૃત વિકિપિડિયા કોન્‍ટેન્‍ટ ડેવલોપમેન્‍ટ ઇન ગુજરાતનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૯.૯૦ લાખની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંસ્‍કૃત ભાષાના વિદ્યાર્થીની કાર્યક્ષમતા વધતા તેઓ સંસ્‍કૃત ભાષાને અન્‍ય ભાષામાં તરજુમો અથવા ટ્રાન્‍સલેશન અસરકારક રીતે કરી શકશે. તેમજ તેના દ્વારા રોજગારીની તકો ઉપલબ્‍ધ થઇ શકશે.આ સાંસ્‍કૃતિક વારસો વિકિપિડિયા પર ઉપલબ્‍ધ થતાં સમાજ તે અંગે માહિતગાર થશે. અને સંસ્‍કૃત ભાષા વિશે લોકોમાં જાગૃતિ લાવી શકાશે.

સરફરોશી પુસ્તક પ્રકાશન શ્રેણી

સરફરોશી પુસ્‍તક પ્રકાશન સમિતિની રચના કરવામા આવી છે. સમિતિની વિવિધ બેઠકમાં લેવાયેલાં નિર્ણય અનુસાર કુલ – ૩૬ ચરિત્રનાયકોનાં પુસ્‍તક પ્રગટ કરવામા આવ્‍યા છે. આ પુસ્‍તકો રાજયના વિવિધ ગ્રંથાલયો, શાળાઓ, કોલેજો અને રાજય સરકારના વિભાગોમા ભેટ આપવામા આવે છે. આ શ્રેણી હેઠળ નવા ૦૫ જેટલા ચરિત્રનાયકોના પુસ્‍તકો પ્રગટ કરવામા આવશે.

ગુજરાતી ભાષાના સાહિત્યકારોની દસ્તાવેજી ફિલ્મ

ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના ૩૫ ઉત્તમ સર્જકોના જીવન-કવન અંગેની વિગતોની દ્રશ્‍ય-શ્રાવ્‍ય સીડી અને ૪૨ મધ્‍યકાલીન સાહિત્‍યકારોની એમ કુલ ૭૭ (એક ભાગમાં ૭ સીડી પ્રમાણે) દ્રશ્‍ય-શ્રાવ્‍ય સીડી તૈયાર કરવામા આવી છે. આ સીડી સર્જક અને સર્જન ભાગ ૧ થી ૧૧ જેમાં એક ભાગ રૂ. ૫૦/- લેખે વેચાણમા પણ મૂકવામાં આવી છે.

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર.

ગુજરાત રાજય સરકારના રમતગમત યુવા અને સાસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સ્‍થાપના કરવામા આવી છે. આ કેન્‍દ્ર દ્વારા ચાલુ વર્ષમાં જાણીતા લોકસાહિત્‍યકાર ડો. ભગવાનદાસ પટેલને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય એવોર્ડ રૂ. ૧.૦૦ લાખનો એવોર્ડ આપવામાં આવ્‍યો.

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત)

સ્થાપના : ઈ.સ. 1923 (ગુજરાતી સાહિત્ય મંડળ) ઈ.સ. 1939 (નર્મદ સાહિત્ય સભામાં રૂપાંતર)

 • ઈ.સ. 1923માં ખાતે ગુજરાતી સાહિત્યિક મંડળની સ્થાપના થઇ. જે સંસ્થાને ઈ.સ. 1939માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું.
 • નર્મદ સાહિત્ય સભા દ્વારા હેમચંદ્રાચાર્ય સારસ્વત મહોત્સવ, કવિ કાલિદાસ સમારોહ, મુળરાજ સોલંકી સહસ્ત્રાબ્દી જેવા કાર્યક્રમો યોજી ગુજરાતી સાહિત્યને વેગ આપ્યો હતો.
 • નર્મદ સાહિત્ય સભા દ્વારા નિબંધ, ઈતિહાસ, નાટક, કવિતા વગેરે જેવા ઉત્તમ સર્જન બદલ ઈ.સ. 1940થી નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થાય છે.

” સહુ ચલો જીતવાને જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.” – નર્મદ

તારીખ.30/9/2016ના રોજ “કેતન મુનશી વાર્તા સ્પર્ધા”માં વાર્તા મોકલી જેનો એ છેલ્લો દિવસ હતો. વાર્તા તો ક્યારની’ય લખાઇ ગયેલી પણ વાર્તા મોકલવામાં મોડું કર્યું. વર્ષ 2016ની આ “કેતન મુનશી વાર્તા સ્પર્ધા”માં કુલ 367 જેટલી કૃતિઓ સ્પર્ધામાં આવેલી જેમાં મારી વાર્તાનો પણ સમાવેશ થયો હશે જ એવું આ “નર્મદ સાહિત્ય સભા”ના પત્ર દ્રારા જાણી શકાય.
વાર્તા મોકલવામાં કચાશ તો ખરી જ સાથે વાર્તામાં બે કોપી અનિવાર્ય હતી ને મેં એક જ મોકલેલી,વાર્તાનું શિર્ષક અલગ પાને હોવું જોઇએ એની જગ્યાએ મારી વાર્તાનું શિર્ષક વાર્તાની શરુઆતના ઉપર જ હતું. આવી તો ઘણી ભૂલો નિકળે છતાંય આ “કેતન મુનશી વાર્તાસ્પર્ધાની માહિતીપત્રિકા”નું હાથમાં હોવું એક પુરસ્કાર જ ગણાય.

આ વર્ષે જો આપ વાર્તા મોકલો તો મારા જેવી ભૂલો ન રહી જાય એવી કાળજી લેજો.

ત્રણ નન્ના વાળા શ્હેર સુરતને અર્પણ…

આખો પ્રાંત ઘણા જુગની ભરનિંદ્રામાંથી જાગી ચોકીને જાગ્યો બહાવરું જોવા લાગ્યો.

”વીર સત્યને રસીક ટેકીપણુ અરી પાણે ગાશે દિલથી..” સમાજ સુધારક આદ્યકવિ નર્મદની આવતિકાલે પુણ્યતિથી છે. નવ કરશો કોઇ શોક રસીકડા કહીને તેઓ આજથી ૧૩૨ વર્ષ પહેલા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવીને અનંતયાત્રાએ ચાલી નીકળ્યા હતાં.

પરંતુ તેમના વિચારો અને કાર્યો તથા તેમના સાહિત્યએ તેમને જીવંત રાખ્યા છે અને રહેશે. સુરત શહેર આખુ નર્મદ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે શહેરમાં નર્મદના નામે શાળાથી લઇને યુનિવર્સિટી સુધી બીજુ પણ ઘણુ બધુ નિર્માણ થયુ. આજે નજર કરીએ ‘નર્મદના નામે સુરત’

સૌપ્રથમ વાત દેશભરમાં પ્રચલિત નર્મદ યુનિવર્સિટીની. આમ તો યુનિવર્સિટીનું મૂળ નામ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હતું. જેની સ્થાપના ૨૩મી મે ૧૯૬૭માં થઇ હતી. બાદમાં છેક ૨૦૦૪માં તેને નર્મદના નામે સાથે જોડીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામ અપાયું. એ રીતે નર્મદને સુરત તરફથી શૈક્ષણિક ઓળખ આપવામાં આવી.

નર્મદના નામે બીજુ સૌથી મોટુ શૈક્ષણિક સંકુલ કહી શકાય એવુ નામ એટલે નર્મદ લાઇબ્રેરી. કવિ નર્મદની ૧૫૯મી જન્મ જયંતિ અવસરે ૨૪મી ઓગષ્ટ ૧૯૯૧માં ઘોડદોડ રોડ પર સુરત મહાનગર પાલિકા દ્વારા કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય શરૃ કરવામાં આવ્યુ. હાલ લાઇબ્રેરીમાં સાડા ત્રણ લાખથી વધુ વિવિધ પ્રકારના પુસ્તકો છે.

૬૫ હજારથી વધુ સભ્યો છે. બાળ વિભાગ, પ્રજ્ઞાાચક્ષુ વિભાગ, સ્ટુડન્ટ બૂક બેંક વગેરે વિભાગો સાથે વાંચન ખંડ, સામાયિક વિભાગ, સંદર્ભ પુસ્તક વિભાગ પણ ચાલે છે. નર્મદ સમય કરતા આગળ ચાલનારા કવિ હતા તેથી જ આ લાઇબ્રેરી પણ સમયની સાથે રહીને ઇ-લાઇબ્રેરી પણ ધરાવે છે.
નર્મદ લાઇબ્રેરીમાં નર્મદ રચિત સાહિત્ય પણ ઉપલબ્ધ છે જ. હવે વાત નર્મદ સાહિત્યસભાની, વર્તમાન ઉપપ્રમુખ પ્રફુલ દેસાઇના જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલ ૧૯૩૪માં નર્મદ સાહિત્યસભાની સ્થાપના થઇ. ૧૯૩૩માં નર્મદ જયંતિ શતાબ્દિ વર્ષ પર મળેલી મિટીંગમાં ચર્ચા વિચારણા બાદ આ સભાની રચનાનું આયોજન થયુ હતું. આ સંસ્થા નર્મદને જીવંત રાખવાનો પ્રામાણિક પ્રયાસ કરે છે.

સંસ્થા દ્વારા નર્મદ ચંદ્રક સહિત આઠ જેટલા સાહિત્યની વિવિધ વિદ્યા માટે એવોર્ડ આપવામા આવે છે. હાલ સાહિત્ય સંગમમાં દર અઠવાડીયે આ સંસ્થા દ્વારા કોઇના કોઇ કાર્યક્રમ હોય જ છે. આ અગાઉ નર્મદ યુગાર્વત ટ્રસ્ટ કાર્યરત હતુ. જેઓએ નર્મદના ઘરને ઐતિહાસિક ઓળખ આપી. ત્યારે ડૉ. રમેશ શુક્લજી દ્વારા સૌથી બેસ્ટ કામ નર્મદના સાહિત્ય માટે કરવામાં આવ્યુ. ત્યારે ડૉ. ચુનિલાલ ગાંધી વિદ્યાભવન અને હાલ સાહિત્ય સંગમ દ્વારા નર્મદ માટે કાર્યો થઇ રહ્યા છે.

સાહિત્યીક-શૈક્ષણિક પ્રવતિઓ સાથે તો નર્મદનું નામ જોડાયુ પણ સોસાયટીમાં પણ નર્મદનું નામ આવ્યુ. અઠવા લાઇન્સ પર સૌથી જુની ગણાતી આદર્શ સોસાયટીને અડીને જ નર્મદ નગર છે. આ સોસાયટીમાં રહેતા ભદ્રેશ શાહે કહ્યુ કે ૫૦ વર્ષથી વધુ પુરાણી આ સોસાયટીમાં તેઓએ જયોતિન્દ્ર દવેના પુત્રનું મકાન લીધુ હતું.

એ સમયે કોલેજના પ્રોફેસરો આ સોસાયટીમાં જ રહેવાનું પસંદ કરતા. આ સોસાયટી સિવાય પણ નર્મદના નામે વાડીફળિયામાં નર્મદ શેરી છે પાલિકા સંચાલિત એક પ્રાથમિક શાળાનું નામ પણ નર્મદ આપવામા આવ્યુ છે. નર્મદ નામે એક પ્લાયવુડની દુકાન પણ છે. એમ નર્મદ સુરતમાં ચોતરફ નામરૃપે છવાયેલા છે.