Farbus Gujarati Sabha (Ahmedabad)

By | April 25, 2019

Farbus Gujarati Sabha (Ahmedabad)

Farbus Gujarati Sabha (Ahmedabad)

Farbus Gujarati Sabha (Ahmedabad)

સ્થાપના : ઇ.સ. 1865

સ્થાપક : મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, ફાર્બસ સાહેબ 

  • ઈ.સ. 1865માં ફાર્બસ સાહેબની અને મનસુખરામ ત્રિપાઠીના પ્રયાસથી મુંબઈ ખાતે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના થઇ.
  • બુધિવર્ધક સભાના ગ્રંથસંગ્રહ ફાર્બસ ગુજરાતી સભામાં સંગ્રહિત છે.
  • ફાર્બસ ગુજરાતી સભા દ્વારા વર્ષ 1932થી નિયમિતપણે ત્રૈમાસિક મુખપત્ર પ્રગટ થાય છે.

ફાર્બસ ગુજરાતી સભાનું મુખ્ય કાર્ય અલગ-અલગ વિષયોના પુસ્તક પ્રકાશનનું છે.

બીજી પ્રવૃત્તિઓની સાથે ૧૮૬૦થી તેણે પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૮૯૫ના

અરસામાં આ સંસ્થા કામ કરતી બંધ થઇ હતી.

ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટનો હુકમ મેળવ્યા પછી આ બંધ પડેલી સંસ્થાની બધી

અસ્ક્યામતો છેક ૧૯૩૫માં ફાર્બસ ગુજરાતી સભાને તબદિલ કરવામાં આવી.

૧૯૩૪ના જુલાઈની ૨૯મીએ યોજાયેલા એક સમારંભમાં દાતા સંસ્થાનું ઋણ સ્વીકાર

કરવાના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ ‘શ્રી બુદ્ધિવર્ધક

પુસ્તકાલય’ રાખવામાં આવ્યું.

ઈ.સ.૧૮૬૫ :

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃતિના અભ્યાસ, સંશોધન, અને

સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ફાર્બસ ગુજરાતી સભાની

સ્થાપના ૧૮૬૫માં થઇ હતી.

આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ

આંગળીને વેઢે ગણી શકાય એટલી છે.

રજિસ્ટ્રેશન :

સપ્ટેમ્બર ૧૯,૧૯૫૨ના રોજ આ સંસ્થા પબ્લિક ચેરીટીઝ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થયેલી છે.

રજિસ્ટ્રેશન નંબર A407(BOM) છે.

ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની કલમ 80G હેઠળનું સર્ટીફિકેટ ધરાવે છે.

આ કાયદાની જોગવાઈઓને અધીન રહીને સંસ્થાને અપાતા દાનને કરરાહત મળે છે.