ભારતીય વિદ્યાભવન (મુંબઈ)  

By | April 26, 2019

ભારતીય વિદ્યાભવન (મુંબઈ)

ભારતીય વિદ્યાભવન (મુંબઈ)

ભારતીય વિદ્યાભવન (મુંબઈ)  

સ્થાપક : કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશીએ ‘સાહિત્ય સંસદ’ પશ્ચાત ‘ભારતીય વિદ્યાભવન’ નામક બીજી સ્થાપના કરી હતી.

  • ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરે છે.
  • શામળ અને પ્રેમાનંદનમા ગ્રંથોનું સંશોધનાત્મક કાર્ય ‘ભારતીય વિદ્યાભવન’ દ્વારા થયું છે.

જામનગર તા. ૯ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભારતીય વિદ્યાભવન જામનગર તથા થીંકીંગ ટુ ગેધર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નગરની એ.કે. દોશી મહિલા કોલેજમાં જનક ત્રિવેદી વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રો. મુનિકુમાર પંડ્યાના વકતવ્યનો કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય વિદ્યાભવન જામનગરના અધ્યક્ષ ભાનુભાઈ દોશીના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં પ્રો. પ્રફુલભાઈ છાપીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિદષના મંત્રી અજય પાઠક દ્વારા પ્રાસંગિક વકતવ્ય તેમજ વક્તા પરિચય આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નગરના વરિષ્ઠ સારસ્વત લાભશંકરભાઈ પુરોહિત તથા કવિ લેફ. ડો. સતિષ વ્યાસ ‘શબ્દ’ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં પ્રો. મુનિકુમાર પંડ્યાએ લેખક મલયાનીલના જીવન કવનની સુક્ષ્મ, રસાળ અને વિસ્તૃત છણાવટ કરી હતી.

આ તકે પ્રાસંગિક ઉદ્દબોધનમાં લાભશંકરભાઈ પુરોહિતે મલયાનીલના અપ્રાપ્ય વાર્તાસંગ્રહ ‘ગોવાલણી અને બીજી વાર્તાઓ’ના પુનઃ મુદ્રણની હિમાયત કરી હતી.

કાર્યક્રમના પ્રમુખ ભાનુભાઈ દોશીએ ભવન્સના સાહિત્ય ક્ષેત્રે અવિરત કાર્યરત રહેવાના ઉદાહરણો આપી સંસ્થાનો મુદ્રાલેખ પારિભાષિત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કથાકાર મિહીરભાઈ શાસ્ત્રીએ કર્યું હતું. થીંકીંગ ટુ ગેધરના કિશોરભાઈ પાલાએ આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં સ્થાનિક સાહિત્યકારો તેમજ બહોળી સંખ્યામાં સાહિત્યપ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના સાંસ્કૃતિક મંત્રી વિરૃભાઈ દોશી, કેમ્પસ ડાયરેક્ટર પ્રો. છાપીયા, હંસાબેન શેઠ, આચાર્ય હસમુખભાઈ પડીઆ, મનહરભાઈ આશર, અરવિંદભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.